ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 624, અમદાવાદમાં કેસો ઘટ્યા

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે આજે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના કેસોના આંકડો 600ને પાર નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 624 કેસો નોંધાયા છે જ્યારે 19 દર્દીઓના કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 31 હજારને આંક વટાવી ગયો એટલે કુલ 31,397 પર પહોંચી ગયો છે અને કુલ મુત્યુઆંક 1,809ને આંબી ગયો છે.

તેમજ વધુ 391 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 22,808 થઈ ગઈ છે. જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,63,306 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 6,780 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદ કોરોના કેસો અને મુત્યુઆંકની ગતિ અગાઉ કરતા ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 211 નવા કેસો નોંધાયા જ્યારે 13 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. બીજી બાજુ સુરત શહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે આજે કોરોનાના 182 કોરોનાગ્રસ્ત થયા છે.