ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં કોરોનાનું ટેસ્ટિંગ કરાશે

કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી

ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં હવે પછીથી ખતરનાક કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરી શકાશે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં મંજૂરી પણ આપી દીધી છે.

ગાંધીનગરમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ મીડિયા સાથે આજે સવારે મેડીકલ બુલેટિન જાહેર કર્યું હતું. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાક દરમ્યાન નવા 22 પોઝિટિવ કેસ આવ્યા છે.

જેમાંથી સૌથી વધુ ૧૩ કેસ અમદાવાદના છે. જ્યારે આણંદ અને વડોદરામાં એક એક કેસ છે. સુરતમાં પુણા પોઝિટિવના નવા પાંચ કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એન્ટ્રી કરી છે અને બે કેસ નોંધાયા છે આમ સમગ્ર ગુજરાતમાં આજે સવાર સુધીમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા 538 ઉપર પહોંચી છે.