– છેલ્લા 24 કલાકમાં જ માત્ર અમદાવાદમાં નવા આઠ કેસ નોંધાયા: ગુજરાતમાં કુલ 82 કેસ
હવે ધીરે ધીરે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર અમદાવાદમાં જ કોરોનાવાયરસના નવા 8 કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં કુલ ૮૨ પોઝિટિવ કેસ છે જે પૈકી માંથી અમદાવાદમાં કુલ ૩૧ પોઝિટિવ કેસ છે.
આજે સવારે ગાંધીનગરમાં અગ્ર સચિવ જયંતિ રવિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ કેસ 82 કેસ થયા છે.આજે વધુ નવા 8 પોઝિટિવ કેસ મળ્યા છે અમદાવાદમા ચાંદખેડા, બોડકદેવ, શાહપુર, કાળુપુર, રાયપુર, બાપુનગરના કેસ છે.
આમ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં કોરોનાવાયરસનો ખતરો વધી ગયો છે .આજના તમામ સોલા સિવિલ, મોટી સિવિલ અને SVPમા છે.
Best
tx