અમદાવાદની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોકટર અને એક નર્સને કોરોના

અમદાવાદમાં કોરોના વાયરસ હવે દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગઇ કાલે ડોક્ટર અને નર્સ કોરોના પોઝિટીવ આવ્યો હતો. આજે નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં પણ ગભરાટ ફેલાયો છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા એક મહિના દરમિયાન ડોક્ટરો મહત્તમ દર્દીઓના સંપર્કમાં આવી રહ્યા છે જેને કારણે ડોક્ટર અને નર્સો સહિતનો મેડિકલ સ્ટાફ પણ કોરોના વાયરસનો ભોગ બની રહ્યો છે.

ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ ૪ ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ રિપોર્ટ આજે જાહેર થયો છે આ અગાઉ ગઈકાલે એલ જી માં લેવાયેલ ૧૦૦ સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા જ્યારે હજુ ૫૦ સેમ્પલના રીપોર્ટ આવાના બાકી ગઈકાલે પણ એક પ્રોફેસર શાહીત 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.