કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓને મળતા તમામની ચિંતામાં વધારો

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ગઇકાલે રાત્રે તબિયત બગડતા સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો.

તાજેતરમાં જ 19મી જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં યોજાઈ હતી જેમાં ભરતસિંહ સોલંકી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોને મળતા તમામની ચિંતામાં વધારો થયો. કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણી વિજેતા શક્તિસિંહ ગોહિલ હાલ દિલ્હીમાં છે તેઓ 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થઈ ગયા છે.