રાજ્યમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 1100ની નજીક કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે નવા 1000ને પાર કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,081 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 54 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 54,712 પર પહોંચી ગયો છે જ્યારે 22 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,305ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 782 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 39,612 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 12,795 થઈ જે પૈકી 12,708 સ્થિર અને 87 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાથી સ્થિતિ કથળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 276 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 180 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.