વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં લોકડાઉન વધવાના સંકેત આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યોજાયેલી સર્વદલીય બેઠકમાં લોકડાઉન વધવાના સંકેત આપ્યા છે. મોદીએ કહ્યું કે કોરોના વાઈરસ વિરૂદ્ધ લાંબી લડાઈ લડવાની છે. સરકારની પ્રાથમિકતા તમામ દેશવાસીઓની જિંદગી બચાવવાની છે. વડાપ્રધાને કહ્યું કે દેશમાં સ્થિતિ સામાજિક કોટકટી સમાન છે. જે માટે કડક નિર્ણયોની જરૂર છે અને સતત સતર્ક રહેવું જોઈએ તેમજ કહ્યું કે ફરી એક વાર રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથ વાત કરીશ.

કોરોના વાઈરસ અને લોકડાઉનના મુદ્દે વડાપ્રધાન મોદીએ આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર નેતા સાથે વાતચીત કરી. મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપ, કોગ્રેસ, ડીએમકે, એઆઈડીએમકે, ટીઆરએસ, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજીપી, જેડીયુ, એસપી, બીએસપી, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફ્લોર નેતા સાથે કોરોના અને લોકડાઉન મુદ્દે ચર્ચા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા લોકડાઉન મુદ્દે સલાહ લઈને આગળ વધારવાનો નિર્ણય પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વિડિયો કોલ કોન્ફરન્સ 11 એપ્રિલ સવારે 11 વાગ્યે કરશે.

આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે લોકડાઉનની સમીક્ષા થશે તેમજ સરકારની જરૂરિયોત લોકોને મળતી સહાય રકમ અને રાશનની સમીક્ષા થશે અને લોકડાઉનને વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. પહેલા પણ કેટલાક રાજ્યોએ લોકડાઉનને વધારવા વડાપ્રધાનને સૂચન કર્યું હતું.