અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસનો બલાસ્ટ; વધુ નવા 127 કેસ, 6નાં મોત

અમદાવાદમાં કુલ 1298 અને 43ના મોત; ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 77, 2066 કેસ પહોંચ્યો

ગુજરાતમાં અમદાવાદ અને સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જાણે કોરોના વાયરસ બ્લાસ્ટ થયો છે. છેલ્લા ૧૨ કલાક દરમ્યાન ગુજરાતમાં 6 દર્દીના મૃત્યુ થયા છે જેમાંથી માત્ર અમદાવાદમાં જ 5ના મૃત્યુ નો સમાવેશ થાય છે તેમજ અમદાવાદ શહેરમાં વધુ નવા 50 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 69 કેસ નોંધાયા છે સબ ગુજરાતમાં નવા 127 કેસ નોંધાયા છે વધુ લોકોના મૃત્યુ થયા છે.

આમ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 2066 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૭૭ લોકોના મૃત્યુ નિપજ્યા છે મરણાંક સવા ત્રણ ટકા જેટલો છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ એટલે કે કુલ 1,298 નોંધાયા છે. ત્યાર બાદ સુરતમાં સૌથી વધુ એટલે કે 338 કેસ નોંધાયા છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે એવું હેલ્થ સેક્રેટરી ડો જયંતિ રવિએ ગાંધીનગરમાં જારી કરેલા મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું.