ગુજરાતમાં લોકો હવે લાપસીના આંધણ મુકે કારણકે કોરોના વાયરસ કંટ્રોલમાં આવ્યો

કુલ 25 કેસ વધ્યા જેમાંથી માત્ર અમદાવાદમાં જ 23 જ્યારે આણંદમાં બે કેસ નોંધાયા

ગુજરાતના લોકો માટે લાપસીનાં આંધણ મૂકવા જેવા સમાચાર એ છે કે છેલ્લા ૧૨ કલાક દરમ્યાન જીવલેણ બની ગયેલો કોરોના વાયરસ કંટ્રોલમાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રોજેરોજ દર્દીઓની સંખ્યા વધી રહી હતી.

જેમાં પ્રથમ વખત જ આ વધારામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલ મોડી રાતથી આજે સવાર સુધીમાં ગુજરાતભરમાં કુલ ૨૫ દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી માંથી 23 દર્દીઓ માત્ર અમદાવાદના જ છે જ્યારે અન્ય બે નવા કેસ આણંદમાંથી આવ્યા છે.એ સિવાય કે આ બંને જિલ્લાઓ સિવાય અન્ય એક પણ જિલ્લામાંથી નવો કેસ નોંધાયો નથી.

ગાંધીનગરમાં આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ મીડિયા સમક્ષ જાહેર કરેલા બુલેટ મુજબ ગુજરાત ભરમાં કોરોનાવાયરસના કુલ 493 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૭૫ વર્ષની વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે કુલ ૪૪ ઉપર પહોંચ્યો છે.

જ્યારે અમદાવાદમાં સૌથી વધુ એટલે કે 266 કેસ નોંધાયા છે ત્યારબાદ વડોદરા શહેરમાં 95 કેસ ગાંધીનગરમાં 15 ભાવનગરમાં 23 અને સુરતમાં કોરોના વાયરસ કેસ નોંધાયેલા છે.

25મી માસથી શરૂ થયેલા લોકડાઉનની અસર હવે ગુજરાતમાં જણાઈ રહી છે એટલું જ નહીં ગુજરાતમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા ગણિત કંટ્રોલમાં આવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.