Corona: યોગી સરકારનો મહત્તવનો નિર્ણય 15 જિલ્લા સંપૂર્ણ સીલ

ઉત્તર પ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્ય સતત વધી રહી છે જેને પગલે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથે આજે 15 જિલ્લાને સંપૂર્ણ રીતે સીલ કરી કર્યા છે જેનો અમલ આજ રાત્રે 12 વાગ્યાથી થશે. આ જિલ્લામાં 13 એપ્રિલ સુધી કોઈ અવર-જવર થશે નહીં. એટલે કે સામાનોની પણ હોમ ડિલિવરી થશે.

યોગી સરકારે જે 15 જિલ્લાને સંપૂર્ણ રીતે સીલ કર્યા છે એમાં લખનઉ, આગ્રા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર,વારાસણી,શામલી, મેરઠ, બરેલી, બુલંદશહેર, ફિરોજાબાદ, મહારાજગંજ, સાતાપુર અને સહારનપુરનો સમાવેશ થાય છે જેને 13 એપ્રિલ સુધી સીલ કરવામાં આવ્યા છે.

યોગી સરકારે કહ્યું કે જે 15 જિલ્લાને સીલ કરવામાં આવ્યા છે ત્યાં કોઈ પ્રકારની દુકાન ખુલશે નહીં અને માત્ર આવશ્યક વસ્તુઓની જ હોમ ડિલિવરી થશે. 13 એપ્રિલ સુધી સ્થિતિની સમીક્ષા કરવવામાં આવશે ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.