ગુડ ન્યૂઝ, કોરોનાના 705 દર્દીઓ 24 કલાકમાં સૌથી વધુ સાજા થયા

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા સતત કેસો સામે આજે રાહત મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના 705 દર્દીઓ સાજા થયા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3252 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તેમજ કહ્યું કે છેલ્લા 14 દિવસમાં 61 જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. અને ત્રણ જિલ્લામાં છેલ્લા 28 દિવસોમાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી.

ICMRના વૈજ્ઞાનિક આર. ગંગાખેડકરે કહ્યું કે કોરોના વાયરસ એક નવી બિમારી છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં વિજ્ઞાને પ્રગતિ અને પીસીઆર પરીક્ષણો વિકસિત કર્યા છે. 70 રસીમાંથી 5 રસી માનવ પરીક્ષણના તબક્કામાં ગઈ છે. તેમણે કહ્યું કે આવું અન્ય કોઈ બીમારીના કિસ્સામાં ક્યારેય બન્યુ નથી.