કોરોનાની રસી આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટર પહેલા લોકો માટે શક્ય નથી: પીટર કોલચિનસ્કી

કોરોના વાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી છે. હજારોની સંખ્યામાં લોકો પ્રતિદિન પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સૌ કોઈને નજર ખતરનાખ વાયરસને ફેલાતો રોકવા માટે વેકસીન તૈયારી પર છે. વિશ્વ પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટ અને લેખક પીટર કોલચિનસ્કીએ દાવો કર્યો કે વાયરસથી બચવા માટો લોકોના રસીકરણને લઈને રસી આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી બની જશે.

પીટરે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં સ્વાસ્થ્યકર્મીઓ માટે વેકસીન તૈયાર થઈ જવાની શક્યતા છે. આરોગ્ય કર્મચારીઓ આ વાયરસ સામેના યુદ્ધમાં મોખરે છે, તેથી રસી તેમને પહેલા ઉપલબ્ધ કરવામાં આવશે.

તેમજ કહ્યું કે, મોટી સંખ્યામાં રસીનું નિર્માણ આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં થવાની સંભાવના છે. આ તે લોકો માટે જ્યાં શાળા, ઓફિસ વગેરે સ્થળો પર લોકોને આ વાયરસના રક્ષણ માટે રસી આપવામાં આવશે.