25મી એપ્રિલે કોરોના વાયરસનો ભારતમાંથી અને 15મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાંથી ખાતમો થઈ જશે

કેન્દ્ર સરકાર અને જ્યોતિષીઓ પણ તદ્દન ખોટા પડ્યા; કરોડો નાગરિકોને ગેરમાર્ગે દોર્યા

કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે ૨૫મી એપ્રિલ સુધીમાં કોરોનાવાયરસ કંટ્રોલમાં આવી જશે. જ્યારે કહેવાતા જ્યોતિષ શાસ્ત્રીઓ એ એવી ભવિષ્યવાણી કરી હતી કે ૨૫મી એપ્રિલ સુધીમાં કોરોનાવાયરસ ભારતમાંથી અને 15મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાંથી ખતમ થઇ જશે પરંતુ હવે મે મહિનો પૂરો થવા આવ્યો છે. આમ છતાં આ મહામારી ખતમ થવાનું નામ નથી લેતી. પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થયો છે તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.

હાલમાં કેન્દ્ર સરકારે આપેલી ખાતરી અને જ્યોતિષશાસ્ત્રીઓ એ કરેલી આગાહીના સંદર્ભમાં દેશના નાગરિકો સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે અને હવે સમજી ગયા છે કે આ બંને જણા કરોડો લોકોને મૂરખ બનાવવાનું તેમજ ગેરમાર્ગે દોરવાનો કામ કરે છે.

ભારતના કોઇ નેતા ઉપર કે જ્યોતિષ ઉપર પણ જરાય વિશ્વાસ કરવો જોઈએ નહીં એવું લોકો જણાવે છે. ભારતના અને ખાસ કરીને ગુજરાતના લોકોની એક એવી ખાસીયત છે કે તેઓ ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ તેનો સામનો કરે છે કોરોના વાયરસનો કાળો કેર ચાલુ છે.

અમેરિકા ઇટાલી જેવા વિકસિત દેશોમાં પણ આ રોગ હજુ કંટ્રોલમાં આવી શક્યો નથી. જ્યારે ભારતમાં તેના દર્દીઓ ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. હજુ સુધી કોઈ દેશે કોરોના વાયરસ માટેની રસી કે દવા શોધાઇ નથી તેનું સંશોધન ચાલુ છે.

કોરોના વાયરસ ક્યારેય ખતમ થશે તેની સમગ્ર દુનિયા રાહ જોઈ રહી છે. કોઈપણ મોટા ડોક્ટરો કે વૈજ્ઞાનિકો આગાહી કરી શકતા નથી કે આ રોગ ક્યારેય અને કેવી રીતે જશે.

આવી સ્થિતિમાં રાજકોટના એક જ્યોતિષે આગાહી કરી છે કે આગામી 25મી એપ્રિલે કોરોના વાયરસ ભારતમાંથી ખતમ થઇ જશે તેમજ 15મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસનો ખાત્મો થઇ જશે એ પ્રકારની આગાહી અન્ય જ્યોતિષીઓ એ પણ કરી હતી.