ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ભાઈને કોરોના થયો; સમગ્ર પરિવાર ક્વોરન્ટાઈન થયો

તાજેતરમાં જ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા સી.આર પાટીલના ભાઈ પ્રકાશ પટેલને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમનો રિપોર્ટ આવ્યા બાદ પ્રદેશ પ્રમુખના સમગ્ર પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે પ્રદેશ પ્રમુખનો પોઝિટિવ ટેસ્ટ કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે.