કેન્દ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની કાતર, જુલાઈ 2021 સુધી નહી વઘે

કોરોના કારણે દેશભરમાં લોકડાઉન છે. જેને પગલે ધંધા-રોજગાર ઠપ્પ છે. જેની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે આજે ભારત સરકારે મહત્તવનો નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થાના વધતા ઈન્સ્ટોલમેન્ટ પર પ્રતિંબધ મૂક્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારા પરનો આ પ્રતિબંધ 1 જુલાઈ, 2021 સુધી ચાલુ રહેશે.

નાણાં મંત્રાલયે જારી કરાયેલા આદેશ મુજબ 1 જાન્યુઆરી 2020થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થાના હપ્તા મળવાના હતા હવે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે 1 જુલાઈ 2020, 1 જાન્યુ.2021થી મળતા વધારાના હપ્તા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી સરકારને લગભગ 37 હજાર કરોડ રૂપિયાની બચત થશે.

હવે આગળ શું નિર્ણય લેવામાં આવશે તે 1 જુલાઈ 2021એ સ્પષ્ટ થશે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવતા પર લાગુ થશે.