મોદી સરકારનો ટ્રમ્પને જવાબ, પ્રથમ દેશ

કોરોના વાઈરસના મહામારીના પ્રકોપથી દુનિયામાં સૌથી વધુ ચિંતા લોકોની સારવારની છે. કોરોનાએ અમેરિકામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારત પાસે સહાય માંગી હતી. તે સંદર્ભમાં ભારતના વિદેશમંત્રાલયે જવાબ આપતા કહ્યું કે ભારતમાં પહેલા તેની જરૂરિયાત અને સ્ટોકનું પરીક્ષણ કર્યા બાદ જ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમારી પ્રાથમિકતા છે કે જરૂરી દવાનો દેશમાં વિપુલ માત્રામાં સ્ટોક હોય જેથી આપણા લોકોની જરૂરિયાત પૂરી થઈ શકે. જેને કારણે કેટલીક દવાઓ પર થોડા સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ સ્થિતિને જોતા સરકારે આ દવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પૈરાસિટોમોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનને લઈને સતત સ્થિતિની સમીક્ષા કરવામાં આવે છે જ્યારે ભારતમાં તેનો મોટા જથ્થામાં સ્ટોક થશે તે પછી જ કંપની દ્વારા તે વિશે નિર્ણય લેવામાં આવશે.

વિદેશ મંત્રાલયએ નિવેદનમાં કહ્યું કે ભારતમાં પૈરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું ધ્યાન એટલા માટે રાખવાનું છે કે પાડોશી દેશો સંપૂર્ણ રીતે ભારત નિર્ભર છે. આવી સ્થિતિમાં, તેમને આ દવાઓની મંજૂરી આપવામાં આવી છે સાથે તેમણે જરૂરી દવાઓની સપ્લાય એ દેશોમાં પણ કરવામાં આવશે જ્યાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુ ખરાબ છે આ સ્થિતિને કોઈપણ રીતે રાજકીય ન બનાવો.