કોરોનાથી માત્ર વેકસિન જ વિશ્વને સામાન્ય પટરી પર લાવી શકે છે: UN

કોરોના વાયરસની મહામારીએ વિશ્વમાં તાંડવ મચાવ્યું છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 20 લાખથી વધુ ઝપેટમાં આવી ગયા છે. જ્યારે આ મહામારીને કારણે 1 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે એક નિવેદન કર્યું છે કે માત્ર વેકસીન જ વિશ્વને ફરીથી સામાન્ય પટરી પર લાવી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એંટોનિયો ગુતરેસ કોરોના વાયરસના મુદ્દે કહ્યું કે કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે વિશ્વને ફરીથી પટરી પર લાવવા માટે વેકસીન એક માત્ર ઉપાય છે. જો ઝડપથી કોરોના વાયરસની દવા તૈયાર થઈ જશે તો વિશ્વ માટે લાભદાયી થશે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખને અપેક્ષા છે કે આ વર્ષ પૂર્ણ થતા પહેલા દુનિયામાં શાનદાર વેકસિન તૈયાર થઈ જશે. એંટોનિયો ગુતરેસ આ નિવેદન આફ્રીકી દેશોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધનમાં કહ્યું હતું.