સાઉદીના શાહી પરિવારના 150 સભ્યો કોરોનાની ઝપેટમાં

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસે દુનિયાના દિગ્ગજ નેતા, અભિનેતા, શાહી પરિવારથી લઈને વિષેશ અને સામાન્ય વ્યક્તિને પણ તેની ઝપેટમાં લઈ લીધા છે. ત્યારે હવે કોરોના વાઈરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાના ભરડામાં લઈ લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉદી અરબના શાસક શાહી પરિવારના 150 લોકોને કોરોના વાઈરસના શિકાર બની ચૂક્યા છે.

સાઉદી અરેબના પ્રિન્સ ફૈઝલ બિન અબ્દુલ અઝીઝ અલ સઉદને કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ફૈસલ સાઉદી અરબનની રાજધાની રિયાધના ગવર્નર પણ છે. તે સિવાય સાઉદી અરબના 84 વર્ષીય કિંગ સલમાન જેદ્દા નજીક આઈસોલેશનમાં જતા રહ્યા છે. જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિત શાહી પરિવારના અન્યો સભ્યો અને મંત્રી દૂરના વિસ્તારોમાં રહી રહ્યા છે.