કોરોના વાયરસનો કેર જારી છે. હવે ભારતીય નૌસૈનિકોને પણ સંકજામાં લઈ લીધા છે. મળતી માહિતી અનુસાર નૌસેનાના 25થી વધુ જવાનોએ કોરોના ટેસ્ટ કરવાવ્યો હતો જે પૈકી 21 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
INS આંગ્રે મુંબઈ પરિસરમાં એક નાવિકના સંપર્કમાં આવ્યા બાદ કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું. જોકે નાવિકનો 7 એપ્રિલ કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ તમામ નૌસૈનિકોને INS આંગ્રે મુંબઈ પરિસરમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. સાથે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. જહાજ અને સબમરીનમાં સંક્રમણનો કોઈ કેસ નથી.
ઉલ્લ્ખનીય છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના દર્દીઓની સારવાર કરતા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમજ હવે ભારતીય સૈન્યમાં સામિલ અધિકારી પણ કોરોનાની જકડમાં આવ્યા છે. ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ રેન્ક ડોક્ટર કોવિડ -19 હકારાત્મક જોવા મળ્યા છે.