Video: પાટીલજી આપ પહેલા તમારા ધારાસભ્યોને ઓળખી બતાવો પછી 182 બેઠકો જીતવાની શેખી મારજો: જયરાજસિંહ

સી.આર.ભાઈ, નરેન્દ્રભાઈ સુરતમાં આવી હજારો કાર્યકરોની હાજરીમા મંચ પર તમારી તરફ આંગળી કરી પુછે કે “તમારૂ નામ શું? ઓકે , સી.આર.ભાઈ સંસદસભ્યને એવું કહે તો તમને કેવુ લાગે?

એક પ્રદેશના સંગઠન પ્રમુખ તેમના જ ધારાસભ્યને ઓળખતા ના હોય એ પ્રમુખની ખામી જ ગણાય. સામાન્ય રીતે પ્રદેશ પ્રમુખ પદે પહોંચો એ પહેલા ઓછા માં ઓછા લાખેક કાર્યકર્તાઓને આપોઆપ ઓળખતા થઇ જવાય પરંતુ પાટીલજીતો ધારાસભ્યને પણ ઓળખતા નથી એ આશ્ચર્યજનક કહેવાય અને કોઈકની ચિઠ્ઠીથી ચડી બેઠા હોય એવું લાગે પણ ખેર આ એમનો વિષય છે. પણ એમના જ ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યાની તો એમના મતવિસ્તારમાં આબરૂની ધૂળ ધાણી કરી નાખી. તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું છે.

સભામાં હાજર કાર્યકરોમાં એવો ગણગણાટ ચોક્કસ હશે જ કે શશિકાંત પંડ્યા, કેસરીસિહ અને નૌકાબેનને જ પાટીલજી ઓળખતા નથી તો એ આપણને શુ પક્ષમાં સ્થાન અપાવી શકવાના? ધારાસભ્યે જ પાટીલને ઓળખાણ આપવી પડતી હોય તો કાર્યકરે કમલમમાં કેવી રીતે પગ મુકવો? ધારાસભ્યની કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ ઉભી કરીને ૧૮૨ બેઠકો જીતવાનો ટાર્ગેટ વધારે પડતો નથી? એવુ નથીને કે મોટાભાઈ ૧૫0નો આંકડો આપતા એટલે એમની જગ્યા ભરવાની હોડમાં તમે ૧૮૨નો આંકડો લાવ્યા છો ?

પાટીલજી સ્વભાવે પોલીટીકલ કરતા પોલીસ વધારે દેખાય છે. પોલીસ ચોકીમાં થતો વ્યવહાર થતો હોય એવુ ભાજપ વાળાને લાગતુ જ હશે , પણ બીચ્ચારા કરે શુ ? ” બોલ શુ નામ છે? ધારાસભ્ય છે ? આ મતલબ નો ટોન પોલીસ પાટીલનો સંભળાય છે .” હુ બોલુ છુ ને…તમારે બોલવાની જરૂર નથી ” એવુ ભાજપ પ્રવક્તાને કહેતા હોય ત્યારે એક પોલીસ વાળો ગુનેગાર ને ” હુ પુછુ એટલુ જ બોલવાનું , વધારે લવારી નહી કરવાની ” એવુ કહેતો હોય તેવુ દ્રશ્ય આંખ સામે ઉભુ થાય. ખેર, શિસ્તના નામે સ્વમાન ગુમાવવાની સહનશીલતા ભાજપના હોદ્દેદારો ક્યા સુધી દાખવે છે તે જોવુ રહ્યુ.