CR પાટિલનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ, ભાઉને હજી હોસ્પિટલમાં રહેવું પડશે

ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેને પગલે ભાઉને હજી વધુ દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ગત 9 તારીખે સી.આર પાટીલનો કોરોનાનો ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો અને સારવાર એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલ ભાજપનું કમલમ કોરોનાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

નોંધનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ ભાજપના કાર્યકરોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં પાટીલ સહિત ભાજપના કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કર્યું નહોતું જેને પગલે આ પ્રવાસની સોશિયલ મિડિયામાં લોકોએ ભારે આક્રોષ ઠાલવ્યો હતો.