Video: વિશાખાપટ્ટનમાં હિન્દુસ્તાન શિપયાર્ડમાં ધડાકાભેર ક્રેન પડી 10નાં મોત

આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનના હિંદુસ્તાન શિપયાર્ડ મોટી દુર્ઘટના ઘટી છે. વિશાખાપટ્ટન સ્થિત હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં આજે ભારે ભરખમ ક્રેન પડવાથી 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે ચારેકોર અફરાતફરીના માહોલ છવાઈ ગયો છે. કાટમાળ નીચે ફસાયેલા કેટલાક લોકોને બચાવ અને રાહત કામગીરીના ભાગરૂપે બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાનો વિડિયો સામે આવ્યો છે.

બીજી તરફ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટન જિલ્લાના કલેક્ટ અને શહેરના પોલિસ કમિશ્નરને ક્રેન અકસ્માતની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યો છે.