J&Kના હંદવાડામાં CRPFની ટીમ પર આતંકી હુમલો, ત્રણ જવાન શહીદ

ભારત સહિત સમ્રગ વિશ્વ કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યું છે. ત્યારે આ મહામારી વચ્ચે પાક. સૈન્ય અને આતંકીઓ દ્રારા સતત હુમલા કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય એક બાજુ કોરોના અને બીજી બાજુ આતંકીઓના હુમલા સામે લડી રહ્યા છે.

ગઈ કાલે જ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકી હુમલામાં કર્નલ સહિત પાંચ જવાન શહિદ થયા હતા. આજે ફરી CRPFની પેટ્રોલિંગ ટીમ પર આતંકી હુમલો કર્યો હતો જેમાં CRPFના ત્રણ જવાન શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર જારી છે.

સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ક્રાલગુંદ ક્ષેત્રમાં આતંકીઓ CRPF ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર CRPFના ત્રણ જવાનો ઘટના સ્થળે જ શહિદ થયા છે.

ઉલ્લેખનીય છે કે રવિવાર ઉત્તર કાશ્મીરમાં એક ગામમાં આતંકીઓ સાથે અથડામણમાં એક કર્નલ સહિત પાંચ સુરક્ષાકર્મી શહીદ થયા હતા. અને સામે પક્ષે બે આતંકીઆને ઠાર કરવામાં સૈન્યને સફળતા મળી હતી.