કોરોનાના એપી સેન્ટર બની ગયેલા દેશ ઈટાલીના રાજમાર્ગો પર ચલણી નોટોના ઢગલા પડ્યા છે

જાહેર માર્ગોપર ચલણી નોટોના ઢગલા પડયા હોય અને છતાં તેને લેનારું કોઈ ન હોય તે વાત તો કોઈના માન્યામા આવે તેવી નથી પરંતુ ઈટાલીથી જે તસવીરો આવી રહી છે તે જોતા કોઈનું પણ મગજ કામ કરતું નથી માણસ જીવતો હોય ત્યાં સુધી તેને ધન દોલતનો મોહ રહેતો હોય છે પરંતુ મોત નજીક આવતું દેખાય ત્યારે બધી માયા જાડ છૂટી જતી હોય છે.

જીવલેણ બની ગયેલા કોરોનાવાયરસનું એપી સેન્ટર બની ગયેલા ઈટાલી દેશ ની હાલત અત્યંત કફોડી છે છેલ્લા ઘણા દિવસથી આ રોજના 800 થી હજાર માણસો મોતને ભેટી રહ્યા છે
આથી અહીંના લાખો નાગરિકો માનસિક રીતે પડી ભાંગ્યા છે આપણે આ ધરતી ઉપર નહીં રહે તો પછી આપણી અંગત શું કામની રહેશે એવું તે લોકો વિચારતા થઇ ગયા છે આવું વિચારી રહેલા અનેક લોકોએ પોતાની મિલકતો પણ ખૂબ જ સસ્તા ભાવથી વેચી મારી છે એટલું જ નહીં પોતાની પાસેની જે કેસ એટલે કે રોકડ રકમ પડી છે તેને રોડ પર ફેંકી દેવાનું શરૂ કરી દીધું છે ઇટાલીના રાજમાર્ગોપર ચલણી નોટોનો વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે.

ઇટાલીના રસ્તાઓ પર ચલણી નોટો ના ઢગલા પડયા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જોકે આ બાબતને ઇટાલી સરકાર દ્વારા કે અન્ય કોઇ દ્વારા સમર્થન અપાયું નથી કે આ તસવીરો ખોટી હોય તે પ્રકારનો રદિયો પણ અપાયો નથી.