દાહોદ: રીક્ષા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ

ગુજરાતના દાહોદ પંથકમાં આજે દશેરાના દિવસે દુ: ખદ ઘટના સામે આવી છે. દાહોદના નાનીડોકી ગામ ખાતે આજે સવારે એક રિક્ષા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્તા ત્રણ બાળકો કાળનો કોળિયો બની ગયા છે. આ રિક્ષામાં ત્રણ મહિલા અને ત્રણ બાળકો કુલ છ સવાર હતા. જે પૈકી એક નવજાત બાળક સહિત કુલ ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે જ્યારે ત્રણ મહિલાનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગમગીનનો માહોલ સર્જાયો છે તેમજ એક સાથે ત્રણ બાળકોના મોતના પગલે પરિવારજનો પર જાણે આભ ફાટી પડ્યું છે.

આ ઘટનાની જાણ થતા પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતો અને ફાયર વિભાગની મદદ લઈને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આપ્યા છે.