અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની હિંમત છે? વિવાદ સર્જયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રનૌત સતત શિવસેના પર પ્રહાર કરી રહી છે. તાજેતરમાં જ કંગનાએ મુંબઇને પાકિસ્તાન ઓકિયુપાઈડ કાશ્મીર જેવું લાગે છે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે કંગનાના નિવેદનનો વળતો જવાબ આપતા સમયે સંજય રાઉતે કહ્યું કે, તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે પરંતુ શું તેનામાં તે જ રીતે અમદાવાદ વિશે એવું બોલવાની હિંમત છે ખરી?

બીજી બાજુ અમદાવાદમાં સંજય રાઉતના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.