મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનું નિધન

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે જીવનલીલા સંકેલી દીધી છે. ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે વહેલી પરોઢે તેમના પાર્થિવ દેહને લવાશે. અંતિમ વિધિ પણ ત્યાં જ કરાશે. ગુરુવારે સવારે 7થી 8.30 વચ્ચે તેમનાં લાઇવ ઓનલાઇન દર્શન કરાવાશે.

નોંધનીય છે કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને છેલ્લા કેટલાક દિવસોથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેમને ચાર-પાંચ દિવસથી દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ પ્લાઝમા થેરાપી આપવામાં આવી હોવા છતાં હજુ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો નથી.