USમાં રહેતા મૂળ વડોદરાના બે અને અમદાવાદના એક વ્યક્તિનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક પાંચ

ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં ગુજરાતી સમુદાયની સંખ્યા સૌથી વધુ છે અને અહીં જ કોરોનના દર્દીઓ સૌથી વધારે છે

અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો ખૂબ જ વધારે છે તેમાં પણ ખાસ કરીને ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં ગુજરાતી સમુદાય મોટી સંખ્યામાં વસે છે આ બે શહેરોમાં જ સૌથી વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળે છે. છેલ્લા પંદર દિવસથી આ બન્ને શહેરો સુમસામ ભાસી રહ્યા છે. ગુજરાતી પરિવારો મોટેભાગે બહાર જવાનું ટાળી રહ્યા છે.

પોતાના રોજગાર ધંધા પણ લગભગ બંધ કરી દીધા છે અને અગત્યના કામ સિવાય બહાર નીકળતા નથી. વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ અમદાવાદના પંકજ પરીખનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ નિપજ્યુ છે.

જયારે મૂળ વડોદરાના અને બે વ્યક્તિઓ ચંદ્રકાન્ત અમીન તથા અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. આમ અત્યાર સુધીમાં જ કોરોના વાયરસને કારણે કુલ પાંચ વ્યક્તિના અમેરિકામાં મોત નિપજ્યા છે અન્ય નામો મેળવવામાં આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે અમેરિકા સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ નું એપી સેન્ટર બની ગયું છે કોરોનાવાયરસ ના ચાર લાખથી વધુ દર્દીઓ અમેરિકામાં છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૪ હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે.