મોદી સરકારની સૈન્ય ખર્ચમાં 40 ટકા સુધી કાપ મૂકવાની તૈયારી

કોરોના કારણે દેશભરમાં લોકડાઉન છે જેને પગલે કેન્દ્ર સરકાર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. આ સ્થિત વચ્ચે સરકાર સૈન્ય ખર્ચોમાં કાપ મૂકી શકે છે.

સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ સરકાર સૈન્યકર્મીઓના પગાર અને ભથ્થામાં કોઈ કાપ મૂકશે નહીં. પરંતુ અન્ય સૈન્ય ખર્ચોમાં 20થી 40 ટકા સુધી કાપ મૂકશે. રક્ષા મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે જો સરકાર સૈન્ય ખર્ચમાં 20 ટકા સુધીનો કાપ કરશે તો 40,000 રૂપિયા કરોડ અને 40 ટકાનો કાપ મૂકશે તો 80,000 કરોડ રૂપિયાની સરકારને બચત થશે.

ઉલ્લેકનીય છે કે સરકાર કોરોના વાયરસ સામે લડવા જરૂરી ભંડોળ એકત્રિત કરવા આ પ્રકારના પગલા લઈ રહી છે. જે હેઠળ કેન્દ્ર સરકારે 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનરોના મોંઘવારી ભથ્થું વધારા પર જુલાઈ 2021 સુધી સ્થગિત કર્યું છે.