રશિયા પાસેથી 33 નવા લડાકુ વિમાનો ખરીદવાની રક્ષા મંત્રાલયની લીલીઝંડી

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ વકરી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતે રશિયા પાસેથી નવા મિગ-29 વિમાન ખરીદશે જેની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો જે સાથે 12 સુખોઈ લડાકૂ વિમાન પણ ખરીદવામાં આવશે જેના ભાગરૂપે કુલ 38,900 કરોડ રૂપિયાના દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.

રક્ષા મંત્રાલયે 59 વર્તમાન મિગ-29ને અપગ્રેડની સાથે 12 એસયુ-30 એમકેઆઈ અને 21 મિગ-29 સહિત રશિયા પાસેથી 33 નવા લડાકૂ વિમાન પ્રાપ્ત કરવાના પ્રસ્તાવને પરમિશન આપી દીધી અને આ પ્રોજેક્ટની કુલ કિંમત 18,148 કરોડ રૂપિયા થશે. તેમજ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુ સેના અને નૌકાદળ માટે 248 અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેંજ એરથી એર મિસાઇલ્સના સંપાદનને પણ મંજૂરી આપી દીધી છે.