Video: અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ્સ તથા કરિયાણાની સામગ્રીની કીટનું વિતરણ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દસ્તકથી દહેશત ફેલાઈ જવા પામી છે. ત્યારે રોજ કમાવનાર અને રોજ ખાનાર વ્યક્તિઓ માટે એક મુસીબત ઉભી થઇ છે. આ મુસીબતને દૂર કરવા માટે અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદના વેજલપુર વિધાનસભા રોપડા તળાવ, મકરબા ટોરેન્ટ પાવરની સામે, સરખેજ વોર્ડમાં ફૂડ પેકેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવ માં આવ્યા હતા.

ફૂડ અને કરિયાણાની કીટ ડિસ્ટ્રીબ્યુટે કરવાનું કામ અમદાવાદ યુથ કોંગ્રેસ(તમામ હોદ્દેદારો અને સાથી મિત્રો) દ્વારા અસારવા,બાપુનગર,સાઇજપુર,ઓઢવ,ઇસનપુર,મણિનગર,સાબરમતી,વેજલપુર, સરખેજ,જમાલપુર,વટવા,ખાડિયા,વસ્ત્રાલ, દાણીલીમડા,ઘુમાં ,દરિયાપુર જેવા અન્ય વિસ્તારો માં ચાલી રહ્યું છે.

રોજના 5000થી વધુ માણસોની સેવા કરવાનો પ્રયત્ન અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા કરવા માં આવી રહ્યો છે. એવું પ્રમુખ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભુમન ભટ્ટે જણાવ્યું હતું.