ગાંધીનગરમાં જરૂરિયાતમંદ નાગરિકોને કરિયાણું તથા શાકભાજીની કીટનું વિતરણ

કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસ લોકડાઉનના પ્રથમ દિવસથી જ આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે

મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ પરિવાર વતી ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ભોજન સેવા કેન્દ્રો પર જરુરીયાત મુજબનુ કરીયાણુ તથા શાકભાજીનું વિતરણ કરવામાં આવે છે. પ્રથમ લોકડાઉન શરૂ થતાંની સાથે ભોજન સેવા શરૂ કરનાર આયોજકો ને રૂબરૂ મળી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી નિશિતભાઈ વ્યાસ દ્વારા નિયમિત પણે રાશન તેમજ શાકભાજી પુરુ પાડવામાં આવે છે.

આજે સેકટર 24 શ્રીનગર સોસાયટીના રહીશ રાજુ મિસ્ત્રી ભાઇ પંચોલી તથા સેવાભાવી મિત્રો દ્વારા ભુખ્યાને ભોજનનુ ભગીરથ કામનો યજ્ઞ કરેલ છે જે યજ્ઞમાં સેવારૂપી આહૂતિ મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશિત વ્યાસે અર્પણ કરેલ સાથે ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, રાકેશ જાની, અંકિત બારોટ, ઇંદ્રજીતસિંહ ચૌહાણ, અશ્વીનસિંહ ટાપટીયા, વૈભવ જાની પણ સાથે સહભાગી થયેલ આ ઉપરાંત સેકટર 24 અને 25 મા અન્નદાન કરતા ભાઇ મેહુલ પટેલ ના સેવા કેન્દ્ર મા મીનાક્ષી પરિવાર દવારા પણ સહયોગ અપાઇ રહ્યો છે.