શ્રમિકો પાસેથી ટ્રેન-બસનું ભાડું ન વસૂલો, રાજ્ય સરકાર ચૂકવે: SCનો વચગાળાનો આદેશ

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ છે જેને પગલે લાખો શ્રમિકો દેશના અન્ય રાજ્યોમાં ફસાયા છે. કેન્દ્ર સરકારે તેમને વતન પહોંચાડવા વિષેશ શ્રમિક ટ્રેન અને બસ સેવા શરી કરી છે પંરતુ ટ્રેનના ભાડ્ડું મુદ્દે મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો હતો. જે અંગે આજે સુપ્રીમ કોર્ટેમાં મહત્તવની સુનાવણી થઈ અને સર્વોચ્ચ અદાલતે વચગાળાના આદેશ આપ્યો જેમાં કોર્ટ કહ્યું કે પ્રવાસી શ્રમિકો પાસેથી ટ્રેન અથવા બસનું ભાડુ સૂલવામાં ન આવે પણ રાજ્ય સરકાર ભાડું ચૂકવે. તેમજ જે લોકો જ્યાં ફસાયા છે તેમને રાજ્ય સરકાર ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.

સુપ્રિમ કોર્ટે 26 મેના રોજ રસ્તા પર ચાલતા પરપ્રાંતિય મજૂરોની પરિસ્થિતિનો ખ્યાલ લીધો હતો અને આજે સુનાવણી માટે તારીખ નક્કી કરી હતી. તેમજ સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જેને મિડિયામાં વારંવાર દેખાડવામાં આવી છે. એવું નથી સરકાર પગલાં ભરી રહી નથી. જે મુદ્દે સુપ્રીમે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે સરકાર કશું કરી રહી નથી પરંતુ સહાય જરૂરતમંદ સુધી પહોંચી રહી નથી.

ન્યાયાધીશે પૂછ્યું કે ભાડુ કોણ ભરી રહ્યું છે? સોલિસિટર – હું આનો વિસ્તૃત જવાબ આપીશ. યાત્રાની શરૂઆતી રાજ્ય અથવા અંતિમ રાજ્ય ભાડું આપી રહ્યું છે. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે મુસાફરી પહેલા ટ્રેનને સતત સેનિટાઈઝ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે. પ્રથમ રાજ્ય સરકાર ભોજન આપે છે અને આગળ રેલ્વે ખોરાક અને પાણી પ્રદાન કરે છે. અત્યાર સુધી રેલવે 84 લાખ થાલી અને આશરે 1.5 કરોડ રેલવે નીર પૂરી પાડવામાં આવી છે. બાદમાં મુકામ પર પહોંચ્યા પછી રાજ્ય સરકાર તેમને બસ સેવા આપી રહી છે.