તબીબ કોવિડ-19 ઝપેટમાં આવશે તો સરકારી ખર્ચે હોસ્પિટલમાં દાખલ કરાશે

IMA તમામ દવાખાનાઓ, સ્ટાફ સહિત ચાલુ રાખવા માટે અપીલ કરે છે. તારીખ 3-5- 2020ના રોજ રવિવારે સાંજે 6:30 કલાકે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગાંધીનગર તરફથી પ્રતિનિધિશ્રીઓ ડો. જીગ્નેશ રાજવીર, ડો. જયેશ શાહ, ડો.અસીમ શાહ તથા અન્યની હાજરીમાં કલેકટરશ્રીની કચેરીમાં મિટિંગ યોજાઇ હતી.

આ મિટિંગમાં ડો. રાજીવ ગુપ્તા, શ્રીમતી સોનલબેન મિશ્રા, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર, તથા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વગેરે ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહેલ હતા.

એમાં લેવાયેલ નિર્ણયો

1) જો કોઈ તબીબ પોતે કોવીડ-19થી તકલીફગ્રસ્ત થશે તો આશ્કા હોસ્પિટલ તથા એસવીપી હોસ્પીટલમાં સરકારી ખર્ચે દાખલ કરવામાં આવશે.

જો કોઈ કોરોના ગ્રસ્ત તબીબ નોન સીમ્ટોમેટીક હશે તો તે શરતોને આધીન પોતાના ઘરે પણ રહી શકશે.

2) કોઇપણ પ્રાઇવેટ તબીબના પ્રિસ્ક્રીપ્શનના આધારે કોઇપણ દર્દીના લેબોરેટરી ટેસ્ટ સંપૂર્ણ વિનામૂલ્યે તથા ખૂબ જ ઓછા સમયમાં થશે.

3) કોઈપણ પ્રોટેક્શનને લગતા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રશ્નોમાં સરકાર તમામ સહકાર આપશે.