દિલ્હી એરપોર્ટથી 82 ફ્લાઈટો રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

દેશભરમાં આજથી સ્થાનિક વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ યાત્રીઓને નિરાશ થવું પડ્યું છે. મુસાફરો અડધી રાતથી જ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ અંતિમ સમયે તેમને ફ્લાઈટ રદ્દ થવાની માહિતી મળી.

યાત્રીઓને હવાઈ સફરમાં પહેલા દિવસે જ રંગમાં ભંગ પડ્યો. દિલ્હીથી પોર્ટ બ્લેઅર, કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ, અને ઈંદોરની સવારની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. બીજી તરફ, મુંબઈમાં પણ આવી જ સ્થિતિ હતી. જ્યારે ગુવાહાટીમાં ફ્લાઇટ રદ કરવામાં આવી ત્યારે મુસાફરો માયૂશ થયા હતા.

દિલ્હી એરપોર્ટમાં 380 ફ્લાઈટો ટેકઓફ અને લેન્ડિંગ કરવાની હતી પરંતુ જેમાંથી 82 ફ્લાઈટો રદ્દ્ કરવામાં આવી છે. રાજ્યોની ઓછા વિમાનોની અવરજવરને મંજૂરી આપવાનું કારણ આપવામાં આવી રહ્યું છે જેને ગલે ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે.