ચીનથી આવતી તમામ ફ્લાઈટોને અમેરિકામાં “નો એન્ટ્રી”

કોરોના વાયરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે સંબધોમાં વધુ તિરાડ પડી રહી છે. અમેરિકાએ ચીન વિરૂદ્ધ બીજુ એક મહત્વનું પગલું ભર્યું છે. ટ્રમ્પ પ્રશાસને ચીનથી આવતી તમામ ઉડાનો પર પ્રતિબંધ મૂક્યો જેનો અમલ 16 જૂનથી લાગુ થશે. જે અંગે અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે આજે જાણકારી આપી છે. પરિણામે ચીનની ફ્લાઈટો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં.

વિશ્વની સૌથી મોટી બે અર્થવ્યવસ્થા વચ્ચે ફ્લાઈટના મુદ્દે વર્તમાન કરારનું પાલન કરવવામાં ચીન સંદતર નિષ્ફળ રહ્યું જેને પગલે અમેરિકાએ આ પગલુ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસથી વિનાશ સર્જાયા બન્ને દેશોના સંબધોમાં કડવાશ જોવા મળી રહી છે.

ચીનની ફ્લાઈટો પર પ્રતિબંધ 16 જૂનથી શરૂ થશે. આ પહેલા માસની શરૂઆતમાં અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સ અને યુનાઈટેડ એરલાઈન્સે આ મહિને ચીન માટે ફ્લાઇટ ફરી શરૂ કરવા જણાવ્યું હતું. ચીની એરલાઈન્સે તો કોરોના મહામારી દરમ્યાન પણ અમેરિકાની ઉડાનો ચાલુ રાખી હતી.