કોરોનાથી અમેરિકા ધૂંટણીયે, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી પાસે સહાય માંગી

સમ્રગ દુનિયામાં કોરોનાનો કેર જારી છે. કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યારે અમેરિકામાં સતત કોરોના સંક્રમિતોની સંખ્યા વઘી રહી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સહાય માંગી છે.

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાઈરસે અમેરિકામાં સૌથી વઘુ લોકોને ઝપેટમાં લીધા છે. જ્યારે કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 3 લાખ પાર પહોંચી ગઈ છે. તેમજ અમેરિકામાં કોરોના કારણે મૃત્યુઆંક પણ સતત વઘી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને હાઈડ્રોક્સીક્લોક્વીન ટેબલેટ્સ પ્રદાન કરવા વિનંતી કરી છે. તેમજ સાથે મોદીને અમેરિકાના હાઈડ્રોક્સીક્લોક્વીન ઓર્ડરને ઝડપથી રિલીઝ કરવા કહ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારતમાં મોટી માત્રામાં આ દવા બને છે. ભારતની વસ્તી 1 અબજથી વધુ છે. તેમને પણ આ દવાની જરૂર હશે. જો અમારા આ ઓર્ડરને ઝડપથી મોકલશે તો મોદીનો હું આભારી રહીશ. ઉલ્લેખનીય છે કે હાઈડ્રોક્સીક્લોક્વીન ટેબલેટ્નો ઉપયોગ કોરોના દર્દીઓના સારવાર માટે કરવામાં આવે છે.