અમેરિકાએ કોરોના વાઈરસને નાથવા મોરચો માંડ્યો: ડોનાલ્ડ ટ્રમ્પ

ચીન,ઈટાલી બાદ કોરોના વાઈરસના એપી સેન્ટર બનેલા અમેરિકામાં કોરોના વાઈરસનો કાળો કેર વર્તાયો છે. જેને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને સંપૂર્ણ રીતે નાથવા માટે તેની વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.અમેરિકામાં અત્યાર સુધીમાં આ મહામારીને કારણે 5000 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 200000ને પાર કરી ચૂકી છે જે વિશ્વમાં સૌથી વધુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે અમેરિકામાં આ ખતરનાક મહામારી વિરૂદ્ધ જંગ જારી રહેશે. અમેરિકામાં હાલ દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિનો સામનો અમેરિકાએ દશકોમાં પણ કર્યો નથી. તેમજ ટ્રમ્પે કહ્યું કે આવનારા થોડા દિવસો અમેરિકા માટે મુશ્કેલી ભર્યા રહેશે પરંતુ અમેરિકા તેનાથી બહાર નીકળી જશે.