લખનૌમાં ડબલ હત્યાકાંડ: સગીર પુત્રીએ માતા અને ભાઈની હત્યા કરી

ઉત્તર પ્રદેશના લખનઉના પોશ વિસ્તારમાં ડબલ હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો થયો છે. ગૌતમ પલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વેમાં વરિષ્ઠ અધિકારી રાકેશ દત્ત બાજપાઇની પત્ની માલિની અને 20 વર્ષીય પુત્ર સર્વદત્તની મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંનેની હત્યા તેમની સગીર પુત્રી દ્વારા કરવામાં આવી છે.

બપોર પછી ડબલ મર્ડરની જાણ થતાં કંટ્રોલ રૂમમાં હડકંપ મચી ગયો હતો. ડીજીપી હિતેશચંદ્ર અવસ્થી અને પોલીસ કમિશનર સુજિત પાંડે સહિત ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને સ્થળ પરથી એક .22 બોરની પિસ્તોલ મળી આવી છે. પોલીસે ખુલાસો કર્યો છે સગીર પુત્રીએ ગોળી ચલાવી છે તે રાષ્ટ્રીય કક્ષાની શૂટર હતી અને તેના રૂમમાંથી બંદૂક મળી આવી છે.

પોલીસ કમિશનરે કહ્યું કે તેણે પલંગ પર સૂઈ રહેલા માતા અને ભાઈ પર અંધાધૂંધ પાંચ ગોળીઓ ચલાવી જેમાં માલિનીને બે અને સર્વદત્તને એક ગોળી વાગી હતી. સગીર પુત્રીની ધરપકડ કરવામાં આવી છે તેમજ આ બનાવમાં વપરાયેલી બંદૂક પ્રાપ્ત થઈ છે. પોલીસે જણાવ્યું છે કે યુવતીની માનસિક સ્થિતિ બરાબર નહોતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી થોડે દૂર દુખદ ઘટનાને પગલે અધિકારીઓના હોંશ ઉડી ગયા છે.