કેન્દ્રની અત્યંત મહત્વની કમિટીમાં ડો. દિપ્તીબેન શાહની નિમણૂંક

અમદાવાદની મ્યુનિ. સંચાલિત એલ.જી મેડિકલ કોલેજના ડીન ડો. દિપ્તીબેન શાહની કેન્દ્ર સરકાર દ્રારા મહિલાઓના કલ્યાણ માટે નિતિનિયમો બનાવતી ઉચ્ચ સ્તરની કમિટિમાં નિમણૂક થઈ છે. ડો. દિપ્તીબહેન એક સેવાભાવી ડોકટર હોવા ઉપંરાત 13 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તે ગાળામાં તેઓ હોસ્પિટિલ કમિટીના ચેરમેન અને બાદમાં ડેપ્યુટી મેયરના પદ સુધી પોહચ્યા હતા.

તેમના પતિ ડો. મુકલ શાહ પણ જાણીતા તબિબ હોવા ઉપરાંત અમદાવાદના પૂર્વ મેયર છે. જ્યાં જેટલીના અધ્યક્ષ સ્થાને ગઠીત આ કમિટિમાં ગુજરાતમાંથી માત્ર દિપ્તીબેનની જ નિમણૂક થઈ છે. દેશની આ મહત્વની કમિટિ યુવતિઓના લગ્ન માટેની ઉંમર,નવજાત બાળકો મૃત્યુદર અને ગર્ભવતી સ્ત્રી મૃત્યુના આંકને ઘટાડવો,દીકરીઓ જન્મદર,પોષણ અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારણા વગેરે મુદ્દાઓ પર નિતિ બનાવે છે.

ડો.દિપ્તીબેન યોગ અને ધ્યાન દ્રારા આરોગ્ય અને જીવનમાં થતાં ગુણાત્મક પરિવર્તન માટે પૂ. શિવકૃપાનંદ સ્વામીના સંસ્થા સાથે વૈજ્ઞાનિક સંશોધનમાં પણ કાર્યરત છે. સૌમ્ય અને સ્નેહાળ સ્વભાવનના ડો. દિપ્તીબહેનની લોક ચાહના બહું જ ઉંચી છે.