તુર્કીમાં ભૂકંપનો જોરદાર આંચકો, ગ્રીસમાં સુનામી

તુર્કી અને ગ્રીસ બોર્ડર પર આજે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધાઈ છે. તુર્કીમાં 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 200થી વઘુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ ગ્રીસમાં સુનામીએ દસ્તક આપી છે તુર્કીમાં ભારે તબાહી મચી ગઈ છે. ઈજમિરમાં ઘણી ઈમારતો ધરાશાયી ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઈઝમીરથી 17 કિમી દુર એજિએન સાગરમાં 16 કિમી અંદર હોવાનું જાણવા મળ્યું છે. ઈઝમીર પ્રાંતમાં ઘણી ઈમારતોને નુંકસાન પહોંચ્યું છે. ઈઝમીરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તુર્કીના આરોગ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ કહ્યું કે દુર્ભાગ્ય છે કે, ભૂકંપમાં આપણા 6 નાગરિકોએ જીવ ગુમાવ્યો તુર્કીના દરિયાકાંઠાના શહેર ઇજમિરમાં ઇમારતો ધરાશાયી થઈ છે. તુર્કી મીડિયા અનુસાર, ઇજમિરના રાજ્યપાલે કહ્યું કે 70 લોકોને બચાવાયા છે.