જામનગર ગ્રામ્ય પંથકમાં મોડી રાતે ભૂકંપના આંચકાઓ

જામનગર ગ્રામ્ય પંથકમાં મોડી રાતે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા 1.8,1.6 અને 2.1 પગલે જાનમાલ ને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાલપુરથી અનુક્રમે 28, 25 અને 22 કિ.મી. દૂર નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગરમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવતો લોકો ગભરાટ ફેલાઈ ગયો હતો તેમજ ઘરની બહાર દોડી આવ્યા હતા.