રાજસ્થાનના CMના ભાઈના ગુજરાતના ચાર સ્થળોએ EDના દરોડા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈનું નામ ફર્ટિલાઈઝર કૌભાંડમાં આવ્યું છે જેને પગલે ઈન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે(ED) અગ્રસેન ગેહલોત ત્યાં દરોડા પાડ્યા છે. જે અંતર્ગત ઈડીએ રાજસ્થાનના જોધપુર સહિત 6 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં ગુજરાતમાં 4, પશ્ચિમ બંગાળમાં 2 અને દિલ્હીમાં 1 સ્થળે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે.

અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ પર આરોપ છે કે,ખેડૂતો માટે રાહત દરે ખરીદેલા ખાતરને ઉંચા ભાવે મલેશિયા અને વિયેતનામ વેચવાનો આરોપ છે. ઇડી દ્વારા આ કૌભાંડની કિંમત 150 કરોડ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ 2007થી 2009 વચ્ચે ખેડૂતો માટે લેવામાં આવેલ ખાતરને ખાનગી કંપનીને આપી દીધો.