કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પર EDના દરોડા?

કોંગ્રેસના કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતા તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડીરેકટેરોટ(ED)એ દરોડા પાડ્યા હોવાના એહવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ ભૂતકાળમાં પણ સાંડેસરા લોનના ૫૦૦૦ કરોડના કથિત કૌભાંડમાં અહેમદ પટેલની સંડોવણી હોવાના કાગારોળ ભાજપના નેતાઓ કરેલા હતા.

જે સંદર્ભમાં આજે તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભાની ચૂંટણી પછી ફરી આ મામલો હાથમાં લઈને અહેમદ પટેલને ભીંસમાં લેવા પ્રક્રિયા હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.