બ્રેકિંગ: ચૂંટણી કમિશનર અશોક લવાસાએ રાજીનામું આપ્યું, ADBમાં આ હોદ્દા સંભાળશે

અશોક લવાસાએ ચૂંટણી કમિશનર પદેથી આજે રાજીનામું આપી દીધું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાલશે જોકે, અશોક લવાસાએ આગામી સપ્ટેમ્બર માસમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)માં જોડાવાની સંભાવના છે.નોંધનીય છે કે, લવાસાએ જાન્યુઆરી 2018માં ચૂંટણી કમિશનર પદે નિમણૂક કરવામાં આવી હતી.

ચૂંટણીપંચના ઇતિહાસમાં અશોક લવાસા બીજા આવા કમિશનર હશે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કરી શકે તે પહેલાં રાજીનામું આપવું પડશે. અશોક લવાસા પહેલાં, મુખ્ય ચૂંટણી કમિશનર નાગેન્દ્રસિંહે 1973 માં જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય ન્યાયિક અદાલતમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું.