ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો સહિત કુલ 18 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાશે

કોરોના વાયરસને કારણે 26 માર્ચે યોજાનાર ચૂંટણી સ્થગિત રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા આજે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રાજ્યની 4 બેઠકો સહિત કુલ 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે વરિષ્ઠ વકીલ અજય ભારદ્વાજ, નરહરિ અમિન અને રમીલા બારાને મેદાનમાં ઉતાર્યા છે. જેને પગલે ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા છે.