લોકડાઉન વચ્ચે પણ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં મેળો ભરાયો હોય તેવો માહોલ

સમગ્ર ગુજરાતમાં લોકડાઉનલોડ ચુસ્ત અમલ કરાતો નથી. જેને કારણે કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંમાં હીરાવાડી રોડ પર લોકોનો મેળો ભરાયો હોય તેવી દેખાતી હતી. જાહેરમાર્ગો પર ઠેર-ઠેર શાકની લારી વાળા ઉભા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે.

લોકડાઉન પછી શાક માર્કેટમાં આરીતે ભીડ હોય છે આજે સવારે હીરાવાડીમાં રહેતા જાગૃત નાગરિક હર્ષદભાઇ પટેલે પોતાના મોબાઇલ ફોન પર આવા ફોટા પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલી આપ્યા છે.

આ તસવીરો જોયા પછી લાગે છે કે કોર્પોરેશન અને મ્યુનિસિપલ તંત્ર ઊંઘતું રહ્યું છે તે લોકોને કોરોના વાઇરસની રસી પડી નથી અને લોકોનું જે થવું હોય તે થાય તેવું માનીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.