લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • ગુજરાત સરકારની તમામ સહાયક પ્રથા નામે કર્મચારીઓના શોષણનું ઉદ્દભવ સ્થાન છે. સરકારે પે-ગ્રેડ પર વિચારણા કરવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવી જોઈએ. ભાજપ સરકારમાં લડ્યા વગર કોઈને હક મળતો નથી દરેક શોષિતોએ પોતાના ઘા ખુલ્લા મૂકી વેદના સાબિત કરવી પડે છે. ‬તેમ ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાદસિંહ પરમારે જણાવ્યું છે.
  • અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં પૂર્વવત, લૉકડાઉનમાં વતન ગયેલા શ્રમિકો પરત ફરતા મેટ્રો ટ્રેનનું કામ શરૂ, સાવચેતી દાખવી નિયમોના પાલન સાથે શ્રમિકો કરી રહ્યા છે કામ.
  • ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા, શનિવાર, રવિવાર, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શન સમય રહેશે, સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વગ્યા સુધી રહેશે.