આખરે ગુજરાતમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો

આખરે ગુજરાત સરકારે ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા કોરોના વાયરસના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કર્યો છે. ખાનગી લેબોટરી હવેથી અઢી હજાર રૂપિયામાં આ ટેસ્ટ કરી આપશે. જો કોઈ દર્દી પોતાને ઘરે ટેસ્ટ માટે બોલાવેતો 3000 રૂપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે આવી જાહેરાત કરી છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં લગભગ ૫૦૦ જેટલા લોકો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી રહ્યા છે જે માટેનો ચાર્જ 4500 રૂપિયા લેવાતો હતો પરંતુ આ સંદર્ભમાં ગઇકાલે પણ સીએમ સુધી રજૂઆત થઇ હતી અને સોશિયલ મીડિયામાં પણ ગુજરાત સરકારની ટીકા થઈ હતી કારણ કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ભાવ વધારે છે આખરે પ્રત્યેક ટેસ્ટ બે હજાર રૂપિયાનો ભાવનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે હવે પછીથી જે લેબોરેટરી ચાર્જ વધુ લેશે તેની માન્યતા રદ કરવામાં આવશે નવા ચાર્જનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે.