આખરે સી.આર.પાટીલની સુરતની કાર રેલી રદ્દ થઈ

રેલી શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ જતા લોકોની ચિંતા કરીને રેલી પડતી મુકાઈ

ભાજપના ગુજરાતના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ખુબ જ ચર્ચિત બની ગયેલી જાહેર કાર રેલીને બપોરે રદ કરવામાં આવી છે. એક તબક્કે રેલી નીકળી હતી જેમાં ઢોલ ત્રાસા વગાડનારા કલાકારો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઢોલ વગાડતા હતા પરંતુ રેલી શરૂ થયા બાદ લોકોની ભીડ ખૂબ જ વધી રહી હતી જેને પગલે સીઆર પાટીલે આ રેલીને તાત્કાલિક અટકાવી દીધી છે.

કોરોના વાયરસની મહામારીમાં લોકોનું આરોગ્ય મહત્વનું છે મારી રેલી મહત્વની નથી એવું પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ વધુમાં જણાવ્યું છે કે લોકોએ મને બહુ મળવા કે અભિવાદન કરવા પણ આવું નહીં કાર્યકર્તાઓને મળવાનો પ્રોગ્રામ પણ રદ કરાયો છે. પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત આવી રહ્યા હતા સુરતની નજીક આવેલ નવસારી ખાતે પણ એક રેલી યોજવામાં આવી હતી જેને પણ રદ કરવાની જાહેરાત કરાઇ છે. સી આર પાટિલે કહ્યું કે હું લોકોના આરોગ્ય જોખમમાં મુકાય તેવું કોઈ કામ કરવા માગતો નથી.

એરપોર્ટ ખાતે મીટીંગ થયા બાદ પટેલની રેલી રદ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ આવતીકાલે નીકળતા તમામ રેલીઓને પણ રદ્દ કરવામાં આવી છે પાટીલે આ તબક્કે જણાવ્યું છે કે લોકો પ્રત્યે લાગણી છે જ માટે મારે આવા શક્તિ પ્રદર્શનની કોઈ જરૂર નથી. તેમના આ નિર્ણયને લોકોએ વધાવી લીધો છે જોકે લોકો પ્રશ્ન કર્યા છે કે જાહેર રેલીમાંતો મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના જ હતા તો પછી આવી રેલીનું આયોજન શા માટે કર્યું?